શુક્રવાર, 27 ફેબ્રુઆરી, 2015

માફ કરવાનું માહાત્મ્ય (પ્રકરણ -૧)

જિંદગી કેટલી ખૂબસૂરત છે? સુખના દરિયે હિલોળા લેતી છે, આનંદના ઓઘ માં લપેટાયેલી છે, અરે! પ્યાલીમાં ભરેલા જામ નો એકાદ ઘુંટડો ગળા નીચે ઉતરે અને માણસ લહેરાય તેવી મદ થી મસ્ત મસ્ત છે જિંદગીતો મઘમઘતાં  રંગબેરંગી ફૂલો ની સેજ જેવી આકર્ષક પણ છે જિંદગી ! વળી મનગમતી વસ્તુ મળતાં  હર્ષ ની છોળો ઉડે તેવી પ્રસન્ન પ્રસન્ન છે જિંદગી ! પણ હા ! આવી પ્રસન્ન, ખુશમિજાજ , સુખી, સ્વસ્થ , ઉલ્લાસમય અને રંગીન જિંદગી માં ક્યારેક એકાદી એવી ઘટના બની જાય છે, એવી કોઈ બીના બને છે, કોઈ એવો વળાંક આવી જાય છે જયારે વ્યક્તિને ઠેસ પહોંચે છે , તેના મનની શાંતિ છીનવાઈ જાય છે, માણસ અંદર થી અસ્વસ્થ થઇ જાય છે, એક તરફ ક્રોધ તો બીજી તરફ વેર લેવાની ભાવના આવા બબ્બે બમ્પર ની વચ્ચે વ્યક્તિ ભીંસાઈ જાય છે, કોઈ એક જણની  વાત નથી, પ્રત્યેક માનવ માત્રને જીવન માં ડગલે ને પગલે આવા કટુ અનુભવો થતા રહે છે,
ક્યારેક કોઈએ કહેલા બે શબ્દ , ક્યારેક કોઈએ કરેલી આપણી  અવગણના , ક્યારેક કોઈનું અણછાજતું વર્તન કે ક્યારેક ભૂલ થી કોઈના દ્વારા થયેલું આપણું  અપમાન , આવાં  તો કેટલાંય  કારણો  આપી શકાય  જેને લઈને આપણી  લાગણીઓ (emotions) ને આઘાત પહોંચે છે, આપણા મનને એક જબરદસ્ત ધક્કો લાગે છે, દુ: અને દર્દ નો એક વિશાળ  ઉદધિ આપણી અંદર ઘૂઘવવા લાગે છે, પેલા થોરિયાને  ઘસરકો લાગે અને તેમાંથી ઘટ્ટ  સફેદ રસ દુઝવા લાગે તેમ આપણી અંદર રહેલા Ego ને ઘા લાગવાથી તે  દરદ થી રીસે છે, આપણા સમગ્ર અસ્તિત્વ માં તિરસ્કાર નું એક અડાબીડ વન આકાર લઇ લે છે,
શું આનો કોઈ ઉપાય ખરો ? કોઈના વર્તન કે વ્યવહાર થી આપણે hurt  થયા તેના બદલામાં શું આપણે પણ એવો કટુ વ્યવહાર સામે  કરવો? જેણે આપણને દુઃખ પહોંચાડ્યું છે તેની સાથે જીવન ભર અબોલા લઈને સંબંધો માં પડેલી મડાગાંઠ ઉકેલી શકાય ખરી ? અથવા તે વ્યક્તિ સામે તક મળતાં એવો આકરો વાકપ્રહાર કરીને  ઉદ્વિગ્ન થયેલા આપણા મનને કાયમી  શાંતિ પ્રદાન કરી શકાય ખરી ? કે પછી ઝગડા નો   આશ્રય લઈને બની ગયેલી બીના યા ઘટના નો હિસાબ સરભર કરી શકાય ખરો ?
મારા મસ્તિષ્ક  રૂપી ગોરિ માં અનેકાનેક વિચારો નું વલોણું ફેરવી ફેરવી ને મને તો એક જવાબ મળ્યો છે અને તે છે ના !
તો પછી એનો ઉકેલ શું ? આનો ઉપાય શું ? તેનો જવાબ છે, ભૂલી જવું , માફ કરી દેવું , તો આવો , આજે તમે અને હું માફી ના માહાત્મ્ય વિષે જરા વાત વિચાર કરીએ  .
આપણા  જીવનમાં કોઈ વસ્તુ ની ક્યારેય ગેરંટી નથી, તો તમે માનો છો ને ? આપણા  પક્ષે  બનતું બધું કર્યું હોય, આપણે સંપૂર્ણ સાચા હોઈએ, આપણો કોઈ વાંક-ગુનો ના હોય, આપણે ક્યારેય કોઈનું કશું  બગાડ્યું ના હોય , આવું બધું હોય અને છતાં ક્યાંક કશુંક  ખોટું બનવાની તમામ શક્યતાઓ રહેલી છે, કોઈ વ્યક્તિ અકારણ તમારી લાગણીઓને ધક્કો પહોંચે એવું વર્તન કરી બેસે તો એમાં તમારો શું વાંક ? કોઈએ ભૂલથી બે આડા અવળા શબ્દો કાઢ્યા અને આપણા  અહં નો છેદ ઉડી ગયો ત્યાં આપણો શું ગુનો? રોડ પર કાર ચલાવતા હોઈએ અને અચાનક અકસ્માત થાય  તો એમાં આપણી શું ખામી ? તો થઇ જાય , નિવારી શકાતો નથી , મારો કહેવાનો આશય કે આવું બધું તો બન્યા કરે! થઇ જાયપરંતુ ઘટના બન્યા પછી આપણે જો એને વાગોળ્યા કરીએ તો છેવટે તો આપણ ને હાનિકર્તા નીવડે છે , આપણ ને બે રીતે હાનિ થાય છે , માનસિક અને શારીરિક
બનવાનું જે કંઈ  હતું તે તો બની ગયું , પરંતુ ત્યાર બાદ આપણા મન પર તેની ઘેરી અસર થાય છે, એક રીતે જોઈએ તો લાગણીઓ આપણને બંધક (hostage) બનાવી દે છે, સમય ની કેસેટ ને તો આપણે પાછી  નથી ફેરવી શકતા , તે તો આગળ વધતો રહે છે, પણ આપણું મન પેલી ઘટના ને ચીટકીને રહે છે અને તેનું સતત repetition ચાલ્યા કરે છે, આપણને કદાચ ખબર નથી પડતી પણ તે અંદર થી આપણને કોરી ખાય છે, એક જાતનું અદ્રશ્ય ટેન્શન , એક જાતની અસ્વાભાવિક તાણ  ઉભી થાય છે, અને stress  પછી શરીર ને પણ નુકસાન કર્તા નીવડે છે , એટલે તો કહું છું કે ભૂલી જવા માં સાર છે, પણ ભૂલી જવામાં , કોઈને માફ કરી દેવામાં એક બહુ મોટો અવરોધ (obstcle) છે, તે છે આપણું  મન ,
આપણું મન પથ્થર ની શિલા સમ કઠ્ઠણ છે તેમ પારિજાત સમ કોમળ પણ છે, તેને ઘસરકો લાગતાં વાર નથી લાગતી , એટલે મન કહે છે કે મારે બદલો (revenge) લેવો છે, તેણે મને દર્દ આપ્યું છે તો હું તેને દર્દ આપીશ , તેણે  મારું અપમાન કર્યું છે તો હું ચાન્સ મળતાં તેનું પણ અપમાન કરીશ , તો મને શાંતિ મળશે , તેણે મને hurt કર્યો અને હું તેને hurt  ના કરું તો મારી પર્સનાલીટી શું ? અહી આપણે એક જાતનું form of punishment  નો આશ્રય લઈએ છીએ અને બીજું, હું hurt થયો પણ આપણું પોતાનું justification  નથી શું ? ફરીથી કહું કે બધું આપણા પોતાના મનની તાકાત પર નિર્ભર છે, માણસ ૨૫ વાતો એક મિનીટ માં ભૂલી જાય અને એક વાત ૨૫ વરસ માં પણ નથી ભૂલી શકતો, કોઈએ સાચે કહ્યું છે કે " મન બેહતરીન (wonderful) નોકર છે, તેમ ખતરનાક (dangerous) માલિક પણ છે,
એટલે કે કોઈ પણ ઘટના વાસ્તવિક ઘટે છે તેના પહેલાં તેનો પ્રસવ આપણા મનો-મસ્તિષ્ક માં ક્યારનોય થઇ ચુક્યો હોય છે. માટે મનનો ઘોડો હંમેશાં કાબુ માં રાખો, જે કંઈ બન્યું , જે કોઈ વ્યક્તિ દ્વારા આપણને દુઃખ પહોંચ્યું , તે અંગે આપણે કેટલા જવાબદાર તેનું સુક્ષ્મ અવલોકન કરવું પડે, સત્ય નાં  પડો ને ઉખેડી ને તપાસવાં પડે , આંતરિક મજબૂતાઈ કેળવીને પોતાની જાત ને પહેલાં પરિક્ષા ની અણી પર મુકવી પડે , અને છેવટે સકારાત્મક વલણ અપનાવીને વાતનો અંત લાવવાની તૈયારી રાખવી પડે, forgiveness એક મિનીટ ની, એક કલાક ની કે એકાદ વરસ ની પ્રક્રિયા નથી, અહી સમય મહત્વનો નથી, પણ આપણી ઇચ્છાશક્તિ ને મક્કમ કરી તે અતિ અગત્ય નું છેઅને તો એક અનુભવ (experience) છે, અમલ માં મુક્યા પછી તેનો સુખદ આસ્વાદ માણવા મળે, સામા વ્યક્તિએ જે કંઈ  act  કર્યું તેની સામે react  કેમ કરવું તેના માટે આપણે સંપૂર્ણ સ્વતંત્ર છીએ અને  હા! શક્તિમાન પણ !! પરમ કૃપાળુ પરમાત્મા આપણને પસંદ-નાપસંદ કરવાની શક્તિ પ્રદાન કરેલી છે ને ? આપણી સમક્ષ બંને વિકલ્પો ખુલ્લા છે, અને મને એવું લાગે છે કે આપણે જયારે કોઈને forgive કરીએ છીએ , કોઈને માફ કરીએ છીએ ત્યારે સૌ પ્રથમ આપણે આપણી જાતને માફ કરીએ છીએ. કારણ કે revenge ની ભાવના થી બળબળતું દિલ, અંતર માં ઘૃણા અને નફરત ની વધતી જતી વિષવેલ તથા માથા પર વેરના ડૂચાઓ  થી ભરેલું  નકારાત્મક વિચારોનું પોટલું લઈને જીવન રાહ પર ક્યાં સુધી ચાલ્યા કરવાના ? એના બદલે ભૂલી જઈને , કોઈને માફ કરી દઈને , જીવનમાં પ્રસન્નતા , ખુશીઓ ,આનંદ અને સંબંધો ના  સરવાળા થતા હોય તો તેને  શા માટે રોકવા ?
" रहिमन धागा प्रेम का मत तोड़ो चटखाय
तोड़े से फिर ना  जुड़े , जुड़े गाँठ परी  जाय  "
સંબંધ ક્યાંય પણ હોય, ઘરમાં કે બહાર , તેના તાંતણા અતિ નાજુક હોય છે, કાચા સુતર ની જેમ ! માટે વાણી, વર્તન અને લાગણીઓને લગામ બદ્ધ રાખી બીજાને માફ કરતાં શીખીએ એનાથી શ્રેયસ્કર જીવનમાં કશું નથી , વિષય અતિ ગહન છે, અને મારી પાસે કહેવાનું પણ ઘણું છે, કેમ કે મારા પોતાના જીવનમાં પણ આવા કટુ અનુભવો ની આખી તિજોરી ભરેલી પડી છે, પણ મને ખબર છે કે તમે બધા બહુ બીઝી જીવડા છો, એટલે આગળ ની વાત બીજા પ્રકરણ માં ????

લખવા પાછળ નું કારણ અને પ્રેરણા સ્ત્રોત નો પણ ઉલ્લેખ કરી દઉં ,હમણાં પરમ વંદનીય સંત પૂ.શ્રી દલાઈ લામા Republic of Ireland, માં University of Limerick ખાતે આપેલ પ્રવચન નો વિડીઓ જોયો, Forgiveness પર તેમણે કરેલ વાતો થી મનને ઘણું સમાધાન મળ્યું, આમેય હું તેમનો બહુ લાંબા સમય થી જબરદસ્ત ફેન રહ્યો છું ,આજથી લગભગ તેર વરસ પહેલાં સોખડા મુકામે સ્વામિનારાયણ પંથ નું કંઈ બહુ મોટું ફંક્શન હતું , ૨૦૦૧ કે ૨૦૦૨ની સાલ હશે (ચોક્કસ વરસ યાદ નથી), ત્યારે આદરણીય હરિપ્રસાદ સ્વામી પૂ દલાઈ લામા  ને ત્યાં આમંત્રિત કરેલા જેની જાણ થવાથી હું મારા ખાસ મિત્ર ગોરધનભાઈ સાથે સોખડા ગયેલો અને અમે તેમને સાંભળેલા, અદભુત નિખાલસ વ્યક્તિત્વ નો માલિક સંત પોતાના સંપર્ક માં આવતા પ્રત્યેક વ્યક્તિના જીવન માં એક અમીટ છાપ છોડી જાય છે, ભલે ! તો હવે પછી મળીશું , માફી નું માહાત્મ્ય ના બીજા પ્રકરણમાં  ............

ટિપ્પણીઓ નથી: